Monday, September 10, 2012

મગજ નો ઉકળાટ!

આજે બસ ઈચ્છા થઇ ગઈ અચાનક આ બ્લોગ માં ગુજરાતી માં લખવાની, ઘણા ટાઈમ થી આમ પણ આમાં કઈ લખાયું નતું, અને ઈંગ્લીશ માં લખવાનો  મૂડ નતો.
ઘણી વાર જેમ ચોમાસામાં ઉકળાટ પછી વરસાદ વરસી પડે, એમ આજે મગજ માં ઉકળાટ પછી વરસવાની ઈચ્છા થઇ ગઈ, હવે  એકલા એકલા તો કોની પર વરસવાનું!
સૌથી પહેલા તો મીડિયા પ્લેયર પર વરસ્યો, સોન્ગ્સ સાંભળ્યા..... થોડોક ઉકળાટ ઓછો થઇ ગયો, પણ હજી વાદળમાં થોડુક પાણી અને મગજ ની થોડી બેચેની બાકી રહી ગઈ હતી, તો દર વખત ની જેમ જ યાદ આવી ગયો મારો વ્હાલો વ્હાલો બ્લોગ.
થોડાક ક્વોટસ લખવાની ઈચ્છા થઇ ગઈ હતી.....ક્યાંક સાંભળેલા, ક્યાંક અનુભવેલા, ડાયરીમાં ટપકાવેલા ક્વોટસ.
જે મેં અનુભવ્યા હતા, અથવા તો રેન્ડમલી મારા મગજ માં આવી ગયા હતા. એવા ક્વોટસ અહિયાં પધરાવું છું... 

૧) "ટાઈમ જે પણ આપે છે, એ ફિલ્ટર કરીને જ આપે છે!"  
૨)"જીવતા રહેવાના હોવા છતાં કહેલા છેલ્લા 'BYE's મૃત્યુ કરતા વધારે દર્દનાક હોય છે!" 
૩)"કેટલીક વસ્તુઓ સમજવા કરતા એમાં ગૂંચવાયેલા રહેવામાં જ વધારે શાણપણ છે!"

--વિરાજ રાઓલ (અનુભવ્યા છે એટલે મારું નામ લખું છું!)

આમ તો ઘણા ટાઈમ પહેલા લખેલા હતા, પણ આજે બસ એમ જ share કરવાની ઈચ્છા થઇ ગઈ(નસીબ તો જુઓ તમારા!! ;) )

ચાલો તો વાંચતા રહો મારો પર્સનલ ઓપન ડાયરી જેવો બ્લોગ!

ફિર મિલેંગે ચલતે ચલતે! :D