જેમ મેં મારી પ્રથમ કવિતા માં વિવેક(મારો ફ્રેન્ડ) ના એક શબ્દ ની મદદ થી કવિતા લખી હતી..... તે જ રીતે આજે ફરી ક્લાસ માં નવરાશ ની પળોમાં વિવેક અને મેં બીજી એક હથોડા કવિતા લખવાનું નક્કી કર્યું..... અને એ કૈક આવું પરિણામ લાવ્યું....
"હું પોતે વિરાજ અને બાજુમાં વિવેક,
કર્યું નક્કી કે ચાલો બનાવીએ કવિતા સરસ એક,
બોલ્યો વિવેક આ કાવ્ય નો subject લઈએ "લવ",
હવે શું કહું આની પાછળ બગડ્યા લોકોના ભવ ના ભવ!!
પાછો બોલ્યો એ, "લઇ લે શબ્દ પ્યારો 'દિલ' ",
આ સાંભળીને વિરાજ ભાઈ મલકાયા ખીલ-ખીલ....
પછી થયું જે તૂટી જાય એ શબ્દ નો શું ફાયદો!!
પણ કાવ્યો બનાવવામાં તો ક્યાં હોય જ છે કોઈ કાયદો!
કાયદો-ફાયદો જવા દો, હાથ માં છે પેન નવરી,
ને મગજ માં શબ્દો માટે ની ચાલી પડી છે લવરી!!
આટલું વિચારી-લખીને થયો 'વિરાજ' એક વાતે ઠરીઠામ,
કે ભઈ, છોડો કવિતાની માથાકૂટ, આ નથી આપણું કામ....."
No comments:
Post a Comment